ગુજરાતની મુલાકાતે આવેલા 15માં નાણાંપંચ વિશે થોડું જાણીએ.
તાજેતરમાં ગુજરાત ની મુલાકાતે આવેલા 15માં કેન્દ્રીય નાણાંપંચ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 15માં કેન્દ્રીય નાણાંપંચ સમક્ષ ગુજરાતના આર્થિક સામાજિક વિકાસ તથા દેશના વિકાસમાં ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ યોગદાન અંગે માહિતી આપી હતી અને આ નાણાંપંચને કેટલાક અગત્યના સૂચનો પણ કર્યા હતા. આ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે- દેશની કુલ જનસંખ્યાના 5 ટકા(%) આબાદી ધરાવતું ગુજરાત નેશનલ GDPમાં 7.6 ટકા નું યોગદાન આપે છે ભારતના આર્થિક સર્વેક્ષણના 2017-18 ના અહેવાલો અનુસાર સેવાઓ અને વસ્તુઓની નિકાસ માં 17 ટકા યોગદાન ગુજરાતે આપ્યું છે ગુજરાત રેવન્યુ સર પ્લસ રાજ્ય છે. 2016-17 દરમ્યાન ગુજરાતની ફિસ્કલ ડેફિસીટ ઘટીને GSDP (Gross State Domestic Product) ના 1.42 ટકા થઈ ગઈ છે -: મુખ્યમંત્રીશ્રીના સૂચનો :- મુખ્યમંત્રીશ્રી એ 15માં નાણાંપંચ સમક્ષ રાજ્યોને પરફોર્મન્સ બેઇઝડ પ્ર...
Comments
Post a Comment