ગુજરાતની મુલાકાતે આવેલા 15માં નાણાંપંચ વિશે થોડું જાણીએ.
- તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા 15માં કેન્દ્રીય નાણાંપંચ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાઇ હતી.
- આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 15માં કેન્દ્રીય નાણાંપંચ સમક્ષ ગુજરાતના આર્થિક સામાજિક વિકાસ તથા દેશના વિકાસમાં ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ યોગદાન અંગે માહિતી આપી હતી અને આ નાણાંપંચને કેટલાક અગત્યના સૂચનો પણ કર્યા હતા.
- આ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે-
- દેશની કુલ જનસંખ્યાના 5 ટકા(%) આબાદી ધરાવતું ગુજરાત નેશનલ GDPમાં 7.6 ટકાનું યોગદાન આપે છે
- ભારતના આર્થિક સર્વેક્ષણના 2017-18ના અહેવાલો અનુસાર સેવાઓ અને વસ્તુઓની નિકાસમાં 17 ટકા યોગદાન ગુજરાતે આપ્યું છે
- ગુજરાત રેવન્યુ સર પ્લસ રાજ્ય છે.
- 2016-17 દરમ્યાન ગુજરાતની ફિસ્કલ ડેફિસીટ ઘટીને GSDP (Gross State Domestic Product)ના 1.42 ટકા થઈ ગઈ છે
-: મુખ્યમંત્રીશ્રીના સૂચનો :-
- મુખ્યમંત્રીશ્રી એ 15માં નાણાંપંચ સમક્ષ રાજ્યોને પરફોર્મન્સ બેઇઝડ પ્રોત્સાહન આપવાની બાબત પંચના માપદંડમાં આવરી લેવા માટે અનુરોધ કર્યો હતો.
- આ ઉપરાંત તેમણે નાણાંપંચને રાજ્યોની મહેસૂલી આવક અને ખર્ચની જવાબદારીઓ વચ્ચેના પ્રવર્તમાન અસંતુલન પર વિચાર કરવાનો પણ અનુરોધ કર્યો હતો.
- શહેરી ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને સેવાઓમાં ગુણવત્તા માટે શહેરીકરણ સંદર્ભના માપદંડો સમાવિષ્ટ કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.
-: 15મુ કેન્દ્રીય નાણાપંચ :-
- ભારતમાં 15માં કેન્દ્રીય નાણાપંચની રચના 27 નવેમ્બર 2017ના રોજ કરવામાં આવી હતી.
- 15માં નાણાપંચના અધ્યક્ષ શ્રી નંદ કિશોર સિંઘ (એન.કે.સિંઘ) છે.
- આ નાણાપંચના ફૂલ ટાઈમ સભ્યોમાં શ્રી શક્તિકાંતા દાસ અને શ્રી અનૂપ સિંઘ નો સમાવેશ થાય છે.
- જ્યારે ડૉ. અશોક લાહિરી અને ડૉ. રમેશ ચાંદ આ નાણાંપંચના પાર્ટ ટાઈમ સભ્યો છે.
ક્ર્મ
|
નામ
|
વિશેષતા
|
---|---|---|
1
|
શ્રી નંદ કિશોર સિંઘ
|
અધ્યક્ષ
|
2
|
શ્રી શક્તિકાંતા દાસ
|
ફુલટાઇમ સભ્ય
|
3
|
શ્રી અનૂપ સિંઘ
|
ફુલટાઇમ સભ્ય
|
4
|
ડૉ. અશોક લાહિરી
|
પાર્ટટાઈમ સભ્ય
|
5
|
ડૉ. રમેશ ચાંદ
|
પાર્ટટાઈમ સભ્ય
|
- નોંધ:-
- 1 એપ્રિલ 2020થી શરૂ થતા પાંચ નાણાકીય વર્ષ માટે ભલામણો કરવા આ નાણાંપંચની રચના કરવામાં આવી છે.
- 15મું કેન્દ્રીય નાણાંપંચ 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ભલામણ કરશે.
- નાણાપંચના મુખ્યકાર્યો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી, કો-ઓપેરેટીવ ફેડરાલિઝમ(સહકારી સંઘવાદ)ને વધુ મજબૂત બનાવવો, જાહેર ખર્ચની ગુણવત્તામાં સુધારો કરવો અને નાણાકીય સ્થિરતા જાળવવામાં સહાયતા કરવી..વગેરે જેવા કાર્યોનો સમાવેશ થાય છે.
- -: ભારતમાં કેન્દ્રીય નાણાંપંચ :-
- ભારતીય બંધારણના અનુચ્છેદ 280 અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે નાણાંપંચની રચના કરવામાં આવે છે.
- આ અંતર્ગત 22 નવેમ્બર 1951ના રોજ ભારતમાં પ્રથમ નાણાંપંચની રચના કરવામાં આવી હતી.
- ભારતના પ્રથમ નાણાંપંચના અધ્યક્ષ કે.સી.નિયોગી હતા.
-: ભારતમાં નાણાંપંચ :-
ક્ર્મ
|
રચના
|
અધ્યક્ષ
|
કયા સમયગાળા
માટે ભલામણ કરવા રચના ? |
---|---|---|---|
પ્રથમ
|
1951
|
શ્રી કે.સી.નિયોગી
|
1952-57
|
14મું
|
2013
|
ડૉ. વાય.વી.રેડ્ડી
|
2015-20
|
15મું
|
2017
|
શ્રી નંદ કિશોર સિંઘ
|
2020-25
|
-: 14માં નાણાંપંચની ભલામણો :-
- ડૉ. વાય.વી.રેડ્ડીની અધ્યક્ષતામાં બનેલા 14માં નાણાંપંચની ભલામણોમાંથી મુખ્ય ભલામણો નીચે મુજબ છે.
- શેર કરી શકાય તેવા કેન્દ્રીય કરની ચોખ્ખી આવકમાં રાજ્યોનો હિસ્સો 42% હોવો જોઈએ.
- રેવન્યુ ખાદ્યમાં ક્રમશઃ ઘટાડો કરીને તેને દૂર કરવી.
- 2017-18 સુધીમાં રાજકોષીય ખાદ્ય GDPના 3% સુધી ઘટાડવી.
- કેન્દ્ર રાજ્યના સંયુક્ત દેવા માટે GDPના 62%નું લક્ષ્ય.
- ભારતમાં GST અમલમાં લાવવા માટે કેન્દ્ર અને રાજ્યોએ 'Grand Bargain' કરીને ચોક્કસ નિષ્કર્ષ પર આવવું જોઈએ.
- રાજ્યોએ વીજ ખાદ્યની સમસ્યાનો ચોક્કસ સમય મર્યાદામાં ઉકેલ લાવવો જોઈએ.
Comments
Post a Comment