Current affairs of this week

મિત્રો કેટલાક કારણોસર હમણાં કોઈ માહિતી મુકી શક્યો ન હતો પરંતુ તમારા માટે આખા અઠવાડિયાનું કરેન્ટ અફેર્સ મુકવાનો એક નાનકડો પ્રયત્નો કર્યો છે જે તમને બધાને ગમશે એવી મને આશા છે..

📌 સદી નું સૌથી મોટું ચન્દ્રગ્રહણ : 1 કલાક 43 મિનિટ ચન્દ્ર છુપાયેલો રહ્યો. જ્યારે ચંદ્રગ્રહણ 3 કલાક 53 મિનિટ ચાલ્યું.

◆ચન્દ્રગ્રહણ દરમ્યાન દરમ્યાન થતી એક ઘટના *બ્લડ મૂન*◆

◆ *બ્લડ મૂન : ચન્દ્રગ્રહણ દરમ્યાન ચન્દ્ર પર પૃથ્વી ની ધરતી નો છાયો પડે છે. તેથી ચંદ્ર લાલાશ પડતો દેખાય છે. જેને બ્લડ મૂન કહેવાય છે.*
◆ આ ચંદ્રગ્રહણ માં બ્લડ મૂન ની ઘટના થોડી મિનિટો માટે થઈ હતી.

📌 28 જુલાઈ -  ગુજરાતી સાહિત્યકાર કે. કા. શાસ્ત્રી નો જન્મ દિવસ.
◆જન્મ :1905 માં  માંગરોળ ખાતે
◆ *પૂરું નામ : કેશવરામ કાશીરામ શાસ્ત્રી.*
◆ *ઉપનામ: વિદ્યા વાચસ્પતિ*

📌 *69મો વન મહોત્સવ* : રાજ્યકક્ષા ના વન મહોત્સવ ની ઉજવણી ભુજ ખાતે ના રુદ્રમાતા ડેમ ખાતે વિજય ભાઈ રૂપાણી ના હસ્તે કરાયી.
◆ આ વન નું નામ *રક્ષકવન* રખાયું.
◆રક્ષકવન : 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ભુજના એરોડ્રમ ના રન-વે ને નુકશાન પહોંચેલ હતું. તેને માધાપર ગામની મહિલાઓ દ્વારા તાત્ક્લીન મરામત કરી આપેલ તે ગૌરવશાળી વિરાંગવાઓને સન્માનિત કરવાના હેતુ થી આ વન નું નામ *રક્ષકવન* રાખવામાં આવેલ છે.

📌 *વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ નું આયોજન ચીનના નેનજીંગ ખાતે થશે.*
◆ 1977 થી શરૂ થયેલ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ માં આ વખતે ભારત ના અત્યાર સુધી ની સૌથી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
ટોટલ 24 ખેલાડીઓ ભારત તરફથી ભાગ લેશે.

📌 *ભારત ના ચૂંટણીપંચ ના મતદાન લોગો ની ડિઝાઇન માટે દિયોદર ના રાહુલ ગજરે આપેલી ડિઝાઇન પસંદ કરાયી.*
◆ દિયોદર બનાસકાંઠા જિલ્લા નો તાલુકો છે.

📌 *હરિયાણા ની શિવાંગી એ આફ્રિકા નો સૌથી ઊંચો પર્વત કિલીમાંજરો ત્રણ દિવસ માં સર કર્યો.*
◆તેની ઉંચાઈ 5895 ફૂટ છે.
◆આ પહેલો તેઓ માઉન્ટ એવરેસ્ટ પર સર કરનારી ભારત ની સૌથી નાની મહિલા બની હતી.

📌 *29 જુલાઈ વિશ્વ વાઘ દિવસ*
◆ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.
◆ દર વર્ષે 29 જુલાઈ વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવાયો.

📌ભારતીય રેલ્વે એ મિશન *' સત્યનિષ્ઠ'* શરૂ કર્યું.
◆ રેલ્વેમંત્રી પુયુષ ગોયલ  દ્વારા ભષ્ટ્રચાર નાબૂદ કરવા માટે નવી દિલ્હી માં આ મિશન ની શરૂઆત કરી છે.

📌 ઉત્તર પ્રદેશ ની રાજધાની લખનૌ માં પ્રધાનમંત્રી એ 60000 કરોડ કરોડ રૂપિયાની પરિયોજના શરૂ કરી.

📌 141 વર્ષ માં 1000 ટેસ્ટ રમનારો પ્રથમ દેશ બનશે ઇંગ્લેન્ડ.

📌  *બેડમિન્ટન માટે રશિયન ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ સૌરભ વર્મા બન્યા.*

📌માર્ટિન ગૂપ્તિલે 38 બોલ માં 102 રન ફટકાર્યા.
◆ માર્ટિન ગૂપ્તિલ ન્યુઝીલેન્ડ નો ખેલાડી છે.

📌યુગાન્ડા દેશની સંસદ ને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદી બન્યા.

📌 ભારત ની મહિલા તીરંદાજી ટિમ વિશ્વ ની નંબર -1 મહિલા તીરંદાજી ટિમ તરીકે જાહેર કરાયી.

📌 *31 જુલાઈ - શહિદ ઉધમસિંહ નો નિર્વાણ દિવસ.*

◆ 13 એપ્રિલ 1919 ના રોજ થયેલ જલિયાંવાલા બાગ હત્યાકાંડ માં રાઇફલ થી સૂટ કરવાનો ઓર્ડર કરનાર બ્રિટિશ અધિકારી જનરલ ડાયર ને ઉધમસિંહે બ્રિટન  માં જઇ ને તેમના પર ગોળી ચલાવી હત્યા કરી હતી.
◆ *ઉધમસિંહ ગદર પાર્ટી ના સ્વતંત્ર સેનાની હતા.*

📌  એશિયા નો સૌથી સુંદર ચેહરો બની *દેશના જૈન* નામ ની મહિલા.
◆  *મિસ એશિયા ડેફ* -  (DEAF -ડેફ એટલે (બહેરાશ પડતું)) નું આયોજન થયું હતું. જેમાં સૌ પ્રથમ વખત કોઈ ભારતીય મહિલા આવો ખિતાબ મેળવ્યો.
◆દેશના જૈન એ મધ્ય પ્રદેશની છે.
◆આ કોમ્પીટેશન દિવ્યાંગ ની જે મહિલા ઓ સાંભળી શક્તિ ના હોઈ તેવી મહિલા ઓ માટે ની છે.
◆ આ વર્ષની  *દેશના જૈન* મિસ ઈન્ડિયા ડેફ બની ચુકી છે.

📌 તુર્કીમાં ઇસતુંબલ માં રમાઈ રહેલી કુસ્તી ની *યાસર ડોગુ આંતરાષ્ટ્રીય ટુર્નામેન્ટ* માં *બજરંગ પુનિયા* એ ગોલ્ડ મેડલ જીત્યો.

📌  આશામ માં 40 લાખ લોકો ને ભારતીય નાગરિક માનવમાં આવ્યા નથી. ખાસ કરીને બાંગ્લાદેશ ની સરહદના જિલ્લા ઓમાં ભય નું વાતાવરણ.
◆ જેથી આ 40 લાખ લોકો ને ભારતીય નાગરિક તરીકે સાબિત થવા ની પ્રોસેસ આસામ માં ચાલુ થઈ.
◆ *આસામ ના 7 જિલ્લા માં CRPC - 144(કરફયુ) લાગુ.*

📌 યુનાઇટેડ નેશન્સ ઇ-ગવર્નન્સ ઇન્ડેક્સ માં ભારત ટોચના 100 દેશોમાં સામેલ થયું.
◆ *U. N ના 193 સભ્યો દેશ માંથી ભારત નો 96 મો ક્રમ.*

📌 RBI દ્વારા રેપોરેટ માં 0.25 નો વધારો કરાયો.
◆ હાલ રેપોરેટ વધી ને 6.50 % થયો.
◆રિવર્સ રેપોરેટ 6.25 % છે.

📌 ફિનલેન્ડ ના આયોજિત સાવો રમતોત્સવ માં ભારતના નીરજ ચોપડા ને ભાલાફેક માં ગોલ્ડમેડલ મળ્યો.

📌 પશ્ચિમ બંગાળ ના ભૂતપૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધી ને 24 મો રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના એવોર્ડ.

📌સૌરાષ્ટ્ર નો સૌથી મોટા લોકમેળો રાજકોટ ના લોકમેળાને *'ગોરસ'* નામ આપાયું.

📌કચ્છ ના રણ ના પેટાળ માં ખારા પાણી નીચે દસગણા મીઠા પાણી ની વહેતી નદી મળી.

📌રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) ને પાછળ ધકેલી ને ભારત ની સૌથી મોટી કંપની બની.

*મુઘલયુગ શાસકો અને તેમની આત્મકથાઓ*

*1.બાબર*

📌આત્મકથા ➖ "તુઝ કે બાબરી "


*2.હુમાયુ*

📌આત્મકથા -- હુમાયુનામ

📌લેખક --  ગુલબદન બેગમ


*3.અકબર*

📌આત્મકથા--  આઈને અકબરી અથવા અકબર નામા

📌અકબરનામા લેખક-- અબુલ ફઝલ


*4.જહાંગીર*

📌આત્મકથા -- જહાંગીરનામા અથવા તારીખ એ જહાગીરશાહી

📌જહાંગીર પોતાની આત્મકથા સપુણઁ લખી શકતો નથી તેની આત્મકથા *મૈતમુદખા* દ્વારા પુણઁ કરવામાં આવે છે.

 ગમે તો share કરવા વિનંતી..

Comments

Popular posts from this blog

ગુજરાતની મુલાકાતે આવેલા 15માં નાણાંપંચ વિશે થોડું જાણીએ.

Mangadh: A hidden history of India

ગુજરાતના ખેલાડીઓ અને તેમની રમત