કાન્હાનું કામ, દૂધનું દાન યોજના, અસમમાં NRC ડ્રાફ્ટ, WHOની 500 પ્રદૂષિત શહેરોની યાદી, RBI મોનિટરી પોલિસી, ફિલ્ડ્સ એવોર્ડ, Passport Index,The Ramon Magsaysay Award વિશે ખૂબ જ અગત્યની માહિતી.
💢 અસમમાં NRCનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર
- 30જુલાઈ,2018ના રોજ અસમમાં NRCનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે.
- આ અંતર્ગત આ ડ્રાફ્ટમાં આસામના 2કરોડ 89લાખ 83હજાર 677 લોકોને આસામના કાયદેસરના નાગરિક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
- જ્યારે 40લાખ 07હજાર 707 લોકોની નાગરિકતાને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.
- જોકે આ ડ્રાફ્ટમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેઓ ફોરનર્સ ટ્રીબ્યુનલને પોતાની ફરિયાદ કરી શકે છે.
★ NRC શુ છે?
- NRCનું પૂરું નામ 'નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ' (National Register Of Citizens) છે. NRC એ રાજ્યના નાગરિકોની એક યાદી છે.
- તાજેતરમાં અસમમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓનો દેશનિકાલ કરવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
- આ અંતર્ગત આસામમાં વસવાટ કરતા ગેરકાયદે બાંગ્લાદેશીઓની ઓળખ કરવા માટે NRCની એક યાદી તૈયાર કરવામાં આવી છે.
- અસમમાં રાજ્યના નાગરિકો દ્વારા પોતાની નાગરિકતા સાબિત કરવા NRCની યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમણે એ સાબિત કરવાનું હતું કે તેઓ અથવા તેમના પૂર્વ જ ભારતમાં 24 માર્ચ 1971 પહેલાંથી રહેતા આવ્યા છે.
- 24 માર્ચ 1971 બાદ અસમમાં આવેલા બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે.
⚠️ નોંધ:-
- ભારતમાં 1951ની વસ્તી ગણતરી પછી ભારતના તમામ રાજ્યોમાં વસ્તી ગણતરીની આધારે NRCની એક યાદી તૈયાર કરવામાં આવી હતી
- અસમમાં NRCને (રાજ્યના નાગરિકોની યાદીને) સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ અપડેટ કરવામાં આવી રહી છે.
- નાગરિકોની ઓળખને આધારે NRCની યાદી અપડેટ કરનાર અસમ દેશનું પ્રથમ રાજ્ય છે.
💢વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 500 શહેરોની WHOની યાદી જાહેર :-
- WHO દ્વારા તાજેતરમાં વિશ્વના સૌથી વધુ વાયુ પ્રદૂષિત 500 શહેરોની એક યાદી જાહેર કરવામાં આવી છે.
- કુલ 91 દેશોના 2700 નગરો અને શહેરોમાંથી વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 500 શહેરોની આ યાદી તૈયાર કરવામાં આવી છે.
- આ યાદીમાં વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોમાં ભારતના કુલ 14 શહેરોનો સમાવેશ થયો છે.
- જેમાં ભારતનું કાનપુર આ યાદીમાં પ્રથમ ક્રમે છે.
વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરો
ક્રમ | શહેર | દેશ |
---|---|---|
1
|
કાનપુર
|
ભારત
|
2
|
ફરીદાબાદ
|
ભારત
|
3
|
ગયા
|
ભારત
|
4
|
વારાણસી
|
ભારત
|
5
|
પટના
|
ભારત
|
6
|
દિલ્હી
|
ભારત
|
7
|
લખનૌ
|
ભારત
|
8
|
બમેન્ડા
|
કેમેરૂન
|
9
|
આગ્રા
|
ભારત
|
10
|
ગુડગાંવ
|
ભારત
|
11
|
મુઝફ્ફરપુર
|
ભારત
|
12
|
શ્રીનગર
|
ભારત
|
13
|
પેશાવર
|
ભારત
|
14
|
રાવલપિંડી
|
ભારત
|
15
|
જયપુર
|
ભારત
|
16
|
કમ્પાલા
|
ભારત
|
17
|
પટિયાલા
|
ભારત
|
18
|
જોધપુર
|
ભારત
|
19
|
નારાયણગંજ
|
બાંગ્લાદેશ
|
20
|
બોડિંગ
|
ચીન
|
⚠️ નોંધ:-
- આ યાદીમાં વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 10 શહેરોમાં ભારતના 9 શહેરોનો સમાવેશ થયો છે.
- આ યાદીમાં ગુજરાતનું અમદાવાદ 89માં ક્રમે છે.
- આ યાદીમાં પોલેન્ડનું કાલીસ(kalisz) અંતિમ 500માં ક્રમે છે.
- WHOના અંદાજ અનુસાર વિશ્વમાં 90 ટકા લોકો પ્રદૂષિત હવા શ્વાસમાં લે છે. આને લીધે હવાના પ્રદુષણને કારણે દર વર્ષે થતાં મરણનો આંક વધી રહ્યો છે.
★WHOનું પૂરું નામ' World Helth Organization' છે.
- તેની સ્થાપના 7 એપ્રિલ,1948ના રોજ થઈ હતી.
- તેનું વડું મથક સ્વિત્ઝર્લેન્ડના જીનેવા ખાતે આવેલું છે.
- તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના લોકોનું આરોગ્યનું સ્તર ઊંચું લાવવાનો છે.
- WHOએ યુનાઇટેડ નેશન્સની એક વિશિષ્ટ એજન્સી છે.
💢દેવભૂમી દ્વારકા જિલ્લામાં 'કાન્હાનું કામ, દૂધનું દાન' યોજનાનો શુભારંભ
- દેવભૂમી દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુપોષિત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા અને જિલ્લાના તમામ બાળકોને તંદુરસ્ત બનાવવા માટે 'કાન્હાનું કામ, દૂધનું દાન' નામની એક યોજના બનાવવામાં આવી છે.
- જેનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દ્વારકા ખાતેથી શુભારંભ કરાવ્યો છે.
🎊 યોજનાની વિશેષતાઓ 🎊
- આ યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ ગામોની ખાનગી તથા સહકારી દૂધ મંડળીઓમાં એક એક અક્ષયપાત્ર મુકવામાં આવશે
- જે કોઈ વ્યક્તિ દૂધ મંડળીમાં દૂધ જમા કરાવવા આવશે તેઓ આ અક્ષયપાત્રમાં યથાયોગ્ય માત્રામાં દૂધ આપી દૂધનું દાન કરશે.
- આ રીતે ભેગા થયેલા દૂધનું તે જ ગામની આંગણવાડીના તમામ બાળકોને વિતરણ કરવામાં આવશે.
💢 RBI મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજદર 0.25 ટકાનો વધારો :-
★ RBI ગવર્નર શ્રી ઉર્જિત પટેલની નેતૃત્વવાળી મોનિટરી પોલિસી કમિટી બેઠકમાં વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.- આ અંતર્ગત રેપોરેટ 0.25 ટકા વધીને 6.50 ટકા થઈ ગયો છે.
- રિવર્સ રેપો રેટ પણ 0.25 ટકા વધીને 6.25 ટકા થઈ ગયો છે.
- આ ઉપરાંત માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ પણ 0.25 ટકા વધારીને 6.75 ટકા કરવામાં આવ્યો છે.
-: RBIની નાણાકીય નીતિની સમીક્ષાના મહત્વના મુદ્દા :-
- રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને MSF રેટમાં 0.25 ટકાનો વધારો.
- એપ્રિલથી સપ્ટેમ્બર 2018 સુધીના સમયગાળામાં ભારતનો GDP 7.5 થી 7.6 ટકા રહેવાનો અંદાજ.
- 2018-19ના સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન ભારતનો GDP 7.4 ટકા રહેવાનો અંદાજ.
- ચાલુ નાણાકીય વર્ષમાં ઓકટોબરથી માર્ચ સુધીના સમયગાળામાં ફુગાવો (Inflation) 4.8 ટકા રહેવાનો અંદાજ.
- મોનિટરી પોલિસી કમિટીના 6 સભ્યો પૈકી 5 સભ્યો રેપો રેટ વધારવાની ભલામણ કરી હતી.
- વ્યાજદરોની સમીક્ષા માટેની આગામી બેઠક 3 ઓક્ટોબર,2018ના રોજ યોજાશે.
- RBI મોંઘવારીને અંકુશમાં રાખવા માટે રેપો રેટમાં વધારો કરે છે.
- રેપો રેટમાં વધારો થતાં બેંકોને RBI પાસેથી ઊંચા દરે લૉન મળતા તે ગ્રાહકોને ઊંચા દરે લૉન આપે છે. આથી લૉન મોંઘી બને છે.
રેપો રેટ : રિઝર્વ બેંક જે દરે અન્ય બેંકોને ધિરાણ કરે છે તે દરને રેપો રેટ કહે છે.
રિવર્સ રેપો રેટ : રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી જે દરે ધિરાણ લે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે.
MSF RATE : MSF RATEનું પૂરું નામ 'Marginal Standing Facility Rate' છે.
CRR : CRRનું પૂરું નામ 'Cash Reserve Ratio' છે.
SLR : SLRનું પૂરું નામ 'Standing Liquidity Ratio' છે.
|
---|
💢 ભારતીય મૂળના શ્રી અક્ષય વેંકટેંશને ગણિતનો સર્વોચ્ચ 'ફિલ્ડ્સ એવોર્ડ' એનાયત
- ગણિતના સર્વોચ્ચ એવોર્ડ તરીકે ઓળખાતા 'ફિલ્ડ્સ મેડલ' માટે ભારતીય મૂળના ગણિતજ્ઞ શ્રી અક્ષય વેંકટેંશની પસંદગી કરવામાં આવી છે.
- 'ફિલ્ડ્સ મેડલ' પુરસ્કાર અત્યંત પ્રતિષ્ઠિત છે અને તે ગણિતશાસ્ત્રનો નોબેલ પ્રાઈઝ ગણાય છે.
-: ફિલ્ડ્સ મેડલ એવોર્ડ કોના દ્વારા એનાયત થાય છે? :-
- ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન (IMU) દ્વારા આ પુરસ્કાર એનાયત થાય છે
- ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન (IMU) ની ઇન્ટરનેશનલ કોંગ્રેસની બેઠક દર ચાર વર્ષે મળે છે.
- આ બેઠકમાં દર ચાર વર્ષે 40 વર્ષથી ઓછી ઉંમરના બે, ત્રણ કે ચાર ગણિતશાસ્ત્રીઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
- આ અંતર્ગત વર્ષ 2018માં નવી દિલ્હી ખાતે જન્મેલા ઓસ્ટ્રેલિયન ગણિતશાસ્ત્રી શ્રી અક્ષય વેંકટેંશ સહિત કુલ ચાર વ્યક્તિઓને આ પુરસ્કાર એનાયત થયો છે.
ક્રમ | ગણિતશાસ્ત્રી | દેશ |
---|---|---|
1
|
શ્રી અક્ષય વેંકટેંશ
|
ઓસ્ટ્રેલિયા
|
2
|
શ્રી પીટર સ્કોલઝ
|
જર્મની
|
3
|
શ્રી કુચર બિરકર
|
ઈરાન(હાલ બ્રિટનમાં નિવાસ)
|
4
|
શ્રી એલ્સિઓ ફિગાલી
|
ઇટાલી
|
⚠️ નોંધ :-
- કેનેડાના ગણિતશાસ્ત્રી શ્રી જોન ચાર્લ્સ ફિલ્ડ્સની યાદમાં આ એવોર્ડનું નામ 'ફિલ્ડ્સ મેડલ' રાખવામાં આવ્યું છે.
- આ એવોર્ડનો પ્રારંભ 1936માં થયો હતો અને 1950 બાદ આ એવોર્ડ દર ચાર વર્ષે એનાયત થાય છે.
- આ એવોર્ડ અંતર્ગત વર્ષ 2006થી 15000 કેનેડિયન ડોલરની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે.
- આ અગાઉ વર્ષ 2014માં ભારતીય મૂળના ગણિતશાસ્ત્રી શ્રી મંજુલ ભાર્ગવને આ પુરસ્કાર એનાયત થયો હતો.
-: PASSPORT INDEX 2018 :-
💢પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ Global Passport Power Rank 2018માં ભારત 68માં ક્રમે છે.
- આ ઈન્ડેક્સમાં સિંગાપોર સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે
- આ ઈન્ડેક્સ અનુસાર વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો છે.
- સિંગાપોરના નાગરિકો માત્ર પાસપોર્ટના આધારે વિશ્વના 127 દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે છે.
- ભારતના નાગરિકો પાસપોર્ટના આધારે વિશ્વના 25 દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે છે.
- આ ઉપરાંત ભારતના નાગરિકો નેપાળ અને ભૂટાનમાં પાસપોર્ટ વગર પ્રવેશ કરી શકે છે.
- આ ઇન્ડેક્સમાં અફઘાનિસ્તાન અંતિમ 92માં ક્રમે છે.
Global Power Rank 2018
Rank | Country | VF Score |
---|---|---|
1
|
સિંગાપોર
|
166
|
2
|
જર્મની,ડેનમાર્ક,સ્વીડન,ફિનલેન્ડ,લકઝમબર્ગ,નોર્વે,નેધરલેન્ડ,સાઉથ કોરિયા,અમેરિકા
|
165
|
3
|
ઇટાલી,ફ્રાન્સ,સ્પેન,ગ્રીસ,પોર્ટુગલ,જાપાન,આયર્લેન્ડ,કેનેડા
|
164
|
58
|
ચીન,બોટ્સવાના
|
77
|
68
|
ભારત,મોરક્કો
|
65
|
90
|
પાકિસ્તાન
|
36
|
91
|
ઈરાન
|
33
|
92
|
અફઘાનિસ્તાન
|
30
|
💢વર્ષ 2018ના રેમન મૅગ્સેસે એવોર્ડ માટે તાજેતરમાં કુલ છ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે.
- આ છ વ્યક્તિઓમાં ભારતના બે મહાનુભાવો શ્રી સોનમ વાંગ્ચુક અને શ્રી ભરત વાટવાનીનો સમાવેશ થયો છે.
- શ્રી સોનમ વાંગ્ચુક લદાખના એક શિક્ષક છે અને તેમના પ્રકૃતિ, સંસ્કૃતિ અને શિક્ષણમાં પ્રદાન માટે તેમને આ એવોર્ડ એનાયત થયો છે.
- જ્યારે શ્રી ભરત વાટવાની મુંબઈમાં ફૂટપાથ પર રહેતા માનસિક રીતે બીમાર લોકો માટે કામ કરતા એક મનો વૈજ્ઞાનિક છે. આથી તેમને આરોગ્યના ક્ષેત્રમાં તેમના આ પ્રદાન બદલ આ પુરસ્કાર એનાયત થયો છે.
રોમન મૅગ્સેસે એવોર્ડ વિજેતા 2018
ક્રમ | વિજેતા | દેશ |
---|---|---|
1
|
શ્રી સોનમ વાંગ્ચુક
|
ભારત
|
2
|
શ્રી ભરત વાટવાની
|
ભારત
|
3
|
શ્રી યુક છાંગ
|
કંબોડિયા
|
4
|
શ્રી હોવર્ડ ડી
|
ફિલિપાઈન્સ
|
5
|
શ્રીમતી વો થી હોંગ યેન
|
વિયેતનામ
|
6
|
શ્રીમતી મારિયા ડી લોર્ડેસ માર્ટિન્સ ક્રુઝ
|
પૂર્વ તિમોર
|
🎊રેમન મૅગ્સેસે એવોર્ડ🎊
★રેમન મૅગ્સેસે એવોર્ડ એશિયાનો સૌથી વધુ પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ એવોર્ડ છે. તેને એશિયાનો 'નોબેલ પુરસ્કાર ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ફિલિપાઇન્સના સાતમા રાષ્ટ્રપતિ શ્રી રેમન મૅગ્સેસેની યાદમાં ફિલિપાઇન્સ સરકાર દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
- આ એવોર્ડનો પ્રારંભ 1958થી થયો હતો.
- રેમન મૅગ્સેસે એવોર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા આ વાર્ષિક પુરસ્કારના વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે.
- આ એવોર્ડ અગાઉ છ કેટેગરીમાં આપવામાં આવતો હતો. જેમાંથી Emergent Ledership સિવાયની પાંચ કેટેગરી 2009થી બંધ કરવામાં આવી છે.
- રેમન મૅગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય શ્રી વિનોબા ભાવે છે.
- રેમન મૅગ્સેસે એવૉર્ડ સૌપ્રથમ 1958માં એનાયત થયો હતો અને એ વર્ષે કુલ છ વ્યક્તિઓની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારતના શ્રી વિનોબા ભાવેનો પણ સમાવેશ થયો હતો.
- શ્રી વિનોબા ભાવોને 1958માં કોમ્યુનિટી લીડરશીપની કેટેગરીમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
Comments
Post a Comment