Posts

Showing posts from July, 2018

Daily Current Affairs 25th July

📌 નરેન્દ્ર મોદી ની આફ્રિકા ના ત્રણ દેશો ની (રવાંન્ડા,યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા) યાત્રા. ◆નરેન્દ્ર મોદી રવાંન્ડા ને -200 ગાયો ની ભેટ આપશે. ◆ રવાંન્ડા ની રાજધાની -કિંગાલી છે. 📌 * બ્રિટન માં શીખ સમુદાય * ને અપાશે વિશિષ્ટ મૂળ નિવાસી નો દરરજો. ◆2021 ની વસ્તી ગણતરી માં શીખો ને મૂળ નિવાસી નો દરરજો આપવામાં આવશે. 📌નાસા એ સૂર્ય ના અધ્યયન માટે * 'પાર્કર સોલાર પ્રોબ' * તૈયાર કર્યું. ◆ આ અંતરિક્ષ યાન સૂર્ય ની એકદમ નજીક પહોંચી ને તેનો અભ્યાસ કરશે. 📌 * નેગોશિયબલ ઇન્સ્ટૂમેન્સ સંશોધન વિધેયક લોકસભા માં પસાર આ બિલ ચેક બાઉન્સ અંગે ના સુધારાઓ નું બિલ છે. * 📌 * પબ્લિક અફેર્સ સેન્ટર -2018 માં ઈન્ડેક્સ પ્રમાણે ભારત નું સૌથી સારું સુશાશીત(શાસન) માટે કેરળ રાજ્ય પ્રથમ ક્રમે. *

Current affairs of 24th july એ પણ ગુજરાતીમાં

‌📌 23  જુલાઈ દેશ ના બે મહાન ક્રાંતિકારી ના જન્મ દિવસ છે. 📌 23 જુલાઈ 1906 - ચંદ્રશેખર આઝાદ નો જન્મ દિવસ. ◆ તેમનો જન્મ મધ્ય પ્રદેશ ના ભારવા ખાતે થયો હતો. ◆ પૂરું નામ : ચંદ્રશેખર સીતારામ તિવારી. ◆ 1921 માં અસહકાર આંદોલન દરમ્યાન મુકદમો ચલવાતા ન્યાયાધીશે તેમનું નામ પૂછતાં ચંદ્રશેખર જવાબ આપ્યો  કે *આઝાદ* . ત્યારથી તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાયા. ◆ આ ઉપરાંત આઝાદ ની 1925 ના કાંકોરી કાંડ માં મહત્વ ની ભૂમિકા  હતી. 📌23 જુલાઈ 1856  -લોકમાન્ય તિલક ની જન્મ જ્યંતી. ◆ પૂરું નામ : લોકમાન્ય કેશવ બાળ ગંગાધર તિલક  ◆ લોકો એ તેમને *લોકમાન્ય* નું બિરુદ આપ્યું. ◆ તેઓ નું સૂત્ર : *સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું મેળવી ને જ જપીશ.* 📌 સૌર ઊર્જા થી વિધુત નું ઉત્પાદન કરતા રાજ્યો માં ગુજરાત પ્રથમ સ્થાને. 📌 *સુકન્યા સમૃદ્ધિ યોજના માં વાર્ષીક જમા રાશિ ની મર્યાદા 1000 થી ઘટાડી ને 250 રૂપિયા કરાયી.* 📌 લક્ષ્ય સેને એશિયન જુનિયર બેડમિન્ટન માં ઐતિહાસિક ગોલ્ડ મેડલ મેળવ્યો. ◆ ઇન્ડોનેશિયા માં આયોજિત આ ટુર્નામેન્ટ માં 53 વર્ષ બાદ મેન્સ સિંગલ્સ માં ...

Today's Current affairs in Gujarati

📌 *22 જુલાઇ - બંધારણસભા એ રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો અપનાવવાની જાહેરાત કરી.* ◆ 22 જુલાઈ 1947 ના રોજ આ તિરંગો સ્વીકારાયો. ◆ આ ધ્વજ ને પિંગલી વેંકૈયા એ ડિઝાઇન કર્યો હતો. ◆ *જવાહરલાલ નહેરુ એ ત્રિરંગા ને રાષ્ટ્રધ્વજ તરીકે જાહેર કર્યો હતો.* ◆ આ ધ્વજ વચ્ચે 24 આરાવાળું અશોકચક્ર મુકવામાં આવેલ છે. 📌 *8 મી  બ્રિક્સ સમૂહ ના દેશો ના સ્વાસ્થ્ય મંત્રીઓ ની બેઠક દક્ષિણ આફ્રિકા ખાતે ના ડરબનમાં આયોજિત કરાયી.* ◆ BRICS : B - બ્રાઝીલ ,R - રશિયા, I - ઇન્ડિયા, C - ચિન ,  S - સાઉથ આફ્રિકા. 📌 *ફેસબુક 2019 માં એથેનાં* નામનો ઉપગ્રહ લોન્ચ કરશે. ◆આ ઉપગ્રહ ગ્રામીણ અને અનુસુચિત ક્ષેત્રો ને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરશે. 📌 *ચોથું BIMSTEC શિખર સંમેલન નેપાળ ના કાઠમુંડ* માં આયોજન થશે. ◆BIMSTEC ના અધ્યક્ષ તરીકે ની કામગીરી *નેપાળ* દેશ બજાવી રહ્યો છે. 📌 *મેઘાલય યુગ* : પૃથ્વી ના ભુસ્તાર શાસ્ત્ર ના ઇતિહાસ માં એક નવા તબક્કા તરીકે *મેઘાલય તબકકો* તરીકે નામ અપાયું. ◆ *મુખ્યત્વે આ તબકકો 4200 વર્ષ પહેલા ના વાતાવરણ ને સમજવા મદદ કરે છે.* ...

RBI દ્ધારા રૂપિયા ૧૦૦ની ચલણી નોટમાં સ્થાન આપવામાં આવેલી 'રાણકી વાવ' વિશે થોડું જાણીએ

Image
-:રાણકી વાવ:-                   ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં ઐતિહાસિક રાણકી વાવ આવેલી છે. આ વાવ નામ 'રાની કી વાવ'  એટલા માટે પડ્યું  કારણ કે તેનું નિર્માણ રાણીએ કરાવ્યું હતું. ગુજરાતી ભાષાના પ્રભાવના કારણે પાછળથી ગુજરાતીમાં 'રાણકી વાવ' થઈ ગયું. આ વાવ પાટણ અને ગુજરાતનીજ નહીં પરંતુ ભારતનું પણ એક જોવાલાયક અને ઐતિહાસિક સ્થળ છે.    અણહિલપુર પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ ઇ.સ.૧૦૬૩માં તેના પતિની યાદમાં ૬૮મીટર લાંબી ૨૭મીટર ઉંડી સાત માળની વાવનું નિર્માણ કરાવ્યું હતું.    સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી ૭૦૦ વર્ષ સુધી આ વાવ દબાયેલી રહી હતી.ઇ.સ.૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર કાઢવા માટે ભારતીય પુરાતત્વ વિભાગે ઉત્ખનનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.     રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. વાવમાં ભગવાન વિષ્ણુના...