RBI દ્ધારા રૂપિયા ૧૦૦ની ચલણી નોટમાં સ્થાન આપવામાં આવેલી 'રાણકી વાવ' વિશે થોડું જાણીએ
-:રાણકી વાવ:-
અણહિલપુર પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ ઇ.સ.૧૦૬૩માં તેના પતિની યાદમાં ૬૮મીટર લાંબી ૨૭મીટર ઉંડી સાત માળની વાવનું નિર્માણ કરાવ્યું હતું.
સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી ૭૦૦ વર્ષ સુધી આ વાવ દબાયેલી રહી હતી.ઇ.સ.૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર કાઢવા માટે ભારતીય પુરાતત્વ વિભાગે ઉત્ખનનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. વાવમાં ભગવાન વિષ્ણુના વરાહ અવતારને દર્શાવતી પ્રચલિત ખૂબ જ કલાત્મક મૂર્તિ આવેલી છે. જેનો ફોટો નીચે આપેલો છે
»ઇ.સ.2014માં યુનેસ્કો(UNESCO) દ્વારા તેના ૩૮માં સત્રમાં વિશ્વ વિરાસતના સ્થળોમાં રાણકી વાવનો સમાવેશ કર્યો હતો.
»RBI દ્ધારા હાલમાં જ રૂપિયા ૧૦૦ની ચલણી નોટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મિત્રો આપને આ નાનકડો બ્લોગ ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો. કંઈક બાકી રહી ગયું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવશો.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થાય તેવી માહિતી આપવાનો હું મારા તરફથી હું પ્રયત્ન કરી રહ્યો છું. દિવસનો ઓછામાં ઓછો એક બ્લોગ uplod કરવાનો મારો પ્લાન છે તો પ્લીઝ સ્પોર્ટ કરવા વિનંતી.
Comments
Post a Comment