Current affairs of this week
આર્થીક અપરાધો રોકવા માટે. 'ભાગેડુ આર્થિક અપરાધી બીલ - 2018' ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી. જે લોકો કરોડો ની લૉન લઇ ને વિદેશ જતા રહેતા તેઓ આ બીલ મુજબ હવે નહીં બચી શકે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ ચીન ના નેનજીંગ ખાતે આયોજન થયું હતું. આ ચેમ્પિયનશીપમાં માં ફાઇનલ પી.વી. સિંધુ અને કેરોલીના મારીન વચ્ચે રમાયો હતો. સ્પેન ની કેરોલીના મારિને ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે ભારત ની પી.વી સિંધુ એ સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ગગનજીત ભુલ્લરે ગોલ્ફ માટે નું ફીજી ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું . રાજ્ય ની મહિલા ઓ માટે તત્કાલ સુરક્ષા અને તત્કાલ મદદ માટે કામ કરતી અભયમ 181 ને સુધારા સાથે વિજયભાઈ રૂપાણી એ એપ લોન્ચ કરી. 6 ઓગસ્ટ હિરોશીમા દિવસ જાપાન ના હિરોશીમા શહેર પર અમેરિકા એ 6 ઓગષ્ટ 1945 ના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વ માં પ્રથમ વાર અણુબોમ્બ નો હુમલો કર્યો. આ હુમલા માં 1.4 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આ બૉમ્બ નું નામ લિટલ બૉમ્બ હતું. 7 ઓગસ્ટ રવીન્દ્રનાથ ટાગોર નો નિર્વાણ દિવસ. 1913 માં તેમને ગીતાજલી માટે સાહિત્ય નો નોબેલ પુરષ્કાર મળ્યો હતો. તેમણે...